શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા
શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા
એનો એળે ગયો જન્મારો,
હે મનવા
દેવને દુર્લભ એવો મળ્યો મનુષ્ય દેહ
પૂર્વના શુભ કર્મ હજારો,
અમુલખ દેહ મળ્યો તૃપ્તિનો
એમાં તૃષ્ણાએ કર્યો વધારો
હે મનવા
કંચન કામિની હાસ્ય વિનોદમાં
સમય ગુમાવ્યો તે તારો,
વૃતિ તારી ચડી વંટોળિયે
જેમ ચડે છે ગબારો
હે મનવા
વિષય રસ તે માન્યો મીસરી
હરી રસ લાગે તને ખારો,
સાધુ સંતોનો સંગ કર્યો
નહી સંગ કર્યો નઠારો
હે મનવા
નાત જાતના ઉત્પાત અંતરમાં
ખેલ ખેલ્યો તે નઠારો,
અમરદાસ જીવ મોહ્યો માથામાં
તને ક્યાથી જડશે કિનારો
હે મનવા
English version
shaanti denaar shri ram na samarya
eno ele gayo janmaaro
he manav shanti denar…
dev ne durlabh evo malyo manushya deh
purv na shubh karm hajaaro
amulakh deh malyo trupti no
ema trunaaye karo vadhaaro
he manav shanti denar…
kanchan kaami ni haasya vinod ma
samay gumaavyo te taaro
vruti taari chadi vantiloya
jem chade che gabaaro
he manav shanti denar…
vishay ras te maanyo misari
hari ras laage tane khaaro
saadhu santo no sang kaaryo
nahi sang karyo nathaaro
he manav shanti denar…
naat jaat na utpaat antar ma
khel khelyo te nathaaro
amardas jeev mohyo maatha ma
tane kyaathi jadashe kinaaro
he manav shanti denar…