Home » Akhand Roji Harina Hathma Lyrics in Gujarati by Narsinh Mehta

Akhand Roji Harina Hathma Lyrics in Gujarati by Narsinh Mehta

હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં,

વાલો મારો જુવે છે વિચારી

દેવા રે વાળો નથી દૂબળો‚

ભગવાન નથી રે ભીખારી…હે જી વ્હાલા…

જળ ને સ્થળ તો અગમ છે‚

અને આ કાયા છે વિનાશી

સરવને વાલો મારો આપશે‚

હે મનડા તમે રાખોને વિશવાસી…હે જી વ્હાલા…

નવ નવ મહિના ઉદર વસ્યાં‚

તે દિ વાલે જળથી જીવાડયાં

ઉદર વસ્યાંને હરિ આપતો‚

આપતો સૂતાં ને જગાડી…હે જી વ્હાલા…

ગરૂડે ચડીને ગોવિંદ આવજો‚

આવજો અંતરજામી

ભક્તોના સંકટ તમે કાપજો,

મહેતા નરસૈંના સ્વામી…હે જી વ્હાલા



Watch Video

Scroll to Top