Home » Mehandi Te Vali Malve lyrics in Gujarati by Diwaliben Bhil

Mehandi Te Vali Malve lyrics in Gujarati by Diwaliben Bhil

મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો…

નાનો દિયરીયો લાડકોને, વળી લાવ્યો મેહંદીનો છોડ રે
મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો…

વાટી ઘુટીને ભર્યો વાટકોને, ભાભી રંગો તમારે હાથ રે
મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો…

હાથ રંગીને વીરા શું રે કરૂ ને, એનો જોનારો પ્રદેશ રે
મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે
મેહંદી રંગ લાગ્યો…

Watch Video

Scroll to Top