Home » Kalyug No Kanhaiyo Lyrics in Gujarati

Kalyug No Kanhaiyo Lyrics in Gujarati

Kaljug No Kanhaiyo Lyrics
કળજુગનો કન્હૈયો લિરિક્સ ગુજરાતીમાં

કળજુગ નો કન્હૈયો વળી દિલ જીતનારો
હઉ ને વાલો લાગે પરાણે એ પ્રેમ નો પર્યાય

એના મન માં શું હાલે ભાઈ કોઈ નવ જાણે
પણ એ તો જાણે બધા ના દલડાં ની વાત

અને ધાર્યું એના મન નું એ કરતો કરાવતો
ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય
પ્રેમ માં પડવું એના માટે એક રમત છે
ભલે પછી દિલ ના કટકા થઇ જાય

નટખટ નખરાળો જાણે નંદજી નો લાલો
હઉને પ્રાણ થીએ પ્યારો
એ તો લાગે બોઉ વાલો

જીવન જીવાડે વળી સૌવને નાચડે
જાણે દુનિયા ના રંગો એની નજરે બતાવે
બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે

પાછો એના સુર તાલે આખા જગ ને રમાડે
અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો
રાજી રાખે દુનિયા ને મુખ મલકાવતો

દિલ નો એ બાજીગર જોને કેવો જાદુગર
દિલો ને મિલાવે ગમે તેમ એવો કારીગર
રંગ રંગીલો જાણે થોડો છે હઠીલો
મારો કાનુડો કોડીલો સદા રહેતો મોજીલો



Watch Video

Scroll to Top