Home » Me to Thal Bharyo re Sag Motide| મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે Lyrics

Me to Thal Bharyo re Sag Motide| મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે Lyrics

મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
હુ તો ગણેશ વધાવવાને જઈશ કે
મારો સોના સરીખો સૂરજ ઊગિયો…

વીરના દાદા……….તમને વીનવું
હું તો દીકરો પરણાવવાને જઈશ કે,
મારો સોના સરીખો સૂરજ ઊગિયો…

વીરના કાકા…………..તમને વીનવું,
હું તો હરખે કુટુંબ જમાડવાને જઈશ કે,
મારો સોના સરીખો સૂરજ ઊગિયો….

વીરના મામા ……….. તમને વીનવું,
તો હરખે મોસાળું વહોરવાને જઈશ કે,
મારો સોના સરીખો સૂરજ ઊગિયો…

વીરના ભાઈ ……………તમને વીનવું,
હું તો હરખે મારૂતિ વહોરી લાવીશ કે
મારો સોના સરીખો સૂરજ ઊગિયો…

એવાં ………….. લખાવે છે કંકોતરી,
……………….મોકલે ગામોગામ રે,
…………ના લગન ટાણે વહેલેરા આવજો,
મારો સોના સરીખો સૂરજ ઊગિયો..



Watch Video

Scroll to Top