Home » Indra Indrani Nu Jodu Varraja | ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા Lyrics

Indra Indrani Nu Jodu Varraja | ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા Lyrics

ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા,
ઇન્દ્ર ઇન્દ્રાણીનું જોડું વરરાજા

આ રે કન્યાના હાથ ઝાલો વરરાજા,
આ રે કન્યા તમને સોંપી વરરાજા,
તેને સંભાળીને રાખજો વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું…

માડીનાં હેત તમને સોંપ્યાં વરરાજા,
તેને સંભાળીને રાખજો વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું…

અમ ઘરનો દીવો તમને સોંપ્યો વરરાજા,
તેને બુઝાવા ના દેશો વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું…

ગુલાબનું ફૂલ તમને સોંપ્યું વરરાજા,
તેને કરમાવા ના દેશો વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું…

અમારું રતન તમને સોંપ્યું વરરાજા,
તેને સંભાળીને રાખજો વરરાજા
ઇન્દ્ર ઇન્દ્રાણીનું…



Scroll to Top