Home » Heji Re Karam No Sangathi Gujrati Lyrics

Heji Re Karam No Sangathi Gujrati Lyrics

હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..

હો.. એક રે ગાયુનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર
હેજી રે કરમનો સંગાથી

હો.. એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય
હેજી રે કરમનો સંગાથી

હો.. એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય
હેજી રે કરમનો સંગાથી

હો.. એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ..
હેજી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ
હેજી રે કરમનો સંગાથી 



Scroll to Top