Home » Aaj Re Swapna ma Me to Dolto Dungar Ditho jo

Aaj Re Swapna ma Me to Dolto Dungar Ditho jo

આજ રે સ્વપના માં મેં તો ડોલતો ડુંગર દીઠોજો,
ખળખળતી નદીઉં રે સાહેલી મારા સ્વપનામાં રે।

આજ રે સ્વપના માં મેં તો ઘમ્મર વલોણું દીઠુંજો,
દહીં દૂધના વાટકા રેસાહેલી મારા સ્વપનામાં રે।

આજ રે સ્વપનામાં મેં તો લવિંગ -લાકડી દીઠી જો,
ઢીંગલાં નેપોતિયાં રે સાહેલી મારા સ્વપનામાં રે।

આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી દીઠોજો,
સોનાની થાળી રે સાહેલી મારા સ્વપનામાં રે।

આજ રે સ્વપનામાં મેં તો પારસ પીપળો દીઠોજો,
તુળસીનો ક્યારો રે સાહેલી મારા સ્વપનામાં રે।

આજ રે સ્વપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠોજો,
ફૂલડિયાંની ફોયુઁ રે સાહેલી મારા સ્વપનામાં રે।

ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં નાતાંતાં રે।

ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જ
દહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાંતાં રે।

લવિંગ -લાકડી ઇ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાંતાં રે।

જટાળોજોગી ઇ તો અમારો નણદોઇ જો,
સોનાની થાળીએ રે નણંદી મારાં ખાતાંતાં રે।

પારસપીપળોઇ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાંતાં રે।

ગુલાબી ગોટોઇ તો અમારો પરણ્યોજો,
ફૂલડિયાંની ફોયુઁ સાહેલી મારી ચૂંદડીમાં રે।

આજ રેસ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠોજો,
ખળખળતી નદીઉં રેસાહેલી મારા સ્વપનામાં રે।



Watch Video

Scroll to Top