X

AANKHON NE AARE LYRICS | JAVED ALI, PALAK MUCHHAL

આંખોં ને આરે હૈયા ને દ્વારે
કંકુ ના પગલાં કરે
દિલ ના નગરમાં સપના ના ઘરમાં
રંગો ના ઢગલા કરે

મનગમતા વિસામા જેવી
કોઈ ફળતા શુકન ના જેવી
રાધા શ્યામ ના જેવી
તારી મારી પ્રીત

તારા નામની હથેળીમાં છે લકીર
રાધા શ્યામ ના જેવી તારી મારી પ્રીત

એક તારો ચહેરો મારો સુરજ થઇ ને ઉગે
જો તારો સંગ હોય તો જગ આખું આ પગમાં ઝુકે

તારા વિના અધૂરી તું છે તો છે પુરી
મારી હાર કે મારી જીત
કહી દવ આજ એટલું મારા મનના મીત

તારા નામની હથેળીમાં છે લકીર
રાધા શ્યામ ના જેવી તારી મારી પ્રીત

ચાહતો ના નેણાં ભરી તું મને બસ ઘેરી વળી
શોધી લેજે તારામાં હું જ ક્યાં શું મારામાં
તારી ફૂંકથી બની બંસીનો ગીત

કેવું આપડું મળ્યું તું પ્રેમ સંગીત
રાધા શ્યામ ના જેવી તારી મારી પ્રીત.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.