X

UPAR CHHALLO PREM NA BATAVSHO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

હો… ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે
હો… ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે
ખોટા મને લાડ ના લડાવશો રે

અરે ખાલી ખોટો દેખાડો ના કરશો
જાનુડી મારી ભોળો હમજી ના ભોળવશો રે
હો… ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે
ખોટા મને લાડ ના લડાવશો રે

હો… મારા પગલાંમાં તું પગલું રે મૂકે
મને મળવાનું તું કદી ના ચુકે
રોજ કેશે જીગા તારા માટે રવશું ભૂખે
મને ના પાલવે તારું માથું જો દુખે

હોય આ દિલ ને ખોટો દિલાસો ના આલસો
જાનુડી મારી તૂટેલા દિલને ના રોવડાવશો રે
હો… ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે
ખોટા મને લાડ ના લડાવશો રે

હવાર બપોર ને હાંજ રે સુધી
વાતો કરે છે તું તો જુદી રે જુદી
પાપ નો ઘડો એક દી જાશે રે ફૂટી
રડશો પછી તમે ઘૂંટી રે ઘૂંટી

અરે… જૂઠો સબંધ ના રાખશો જાનુડી મારી
મારા પાછળ ટાઈમ ના બગાડશો રે
અરે… ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે
ખોટા મને લાડ ના લડાવશો રે
હે… તમે ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.