Home » Aavo Madi Kumkum pagle| આવો માડી કુમકુમ પગલે Lyrics in Gujarati

Aavo Madi Kumkum pagle| આવો માડી કુમકુમ પગલે Lyrics in Gujarati

આવો માડી કુમકુમ પગલે
આવો માડી કુમકુમ પગલે,
કે પરણે આજ લાડકડી રે
સાથે માડી ગરવા ગણેશને લાવો,
કે પરણે આજ લાડકડી રે
કુળદેવી કુમકુમ પગલે આવો
આવો માડી કુમકુમ પગલે આવો

ચંદન કેરા બાજોઠિયા રે ઘડાવો,
કે પરણે આજ લોડકડી રે…
ચારે કોર કેળનાં પાન રોપાવો,
કે પરણે આજ લાડકડી રે…
માવલડી કુળદેવી કુમકુમ પગલે આવો,
કે આવો માવલડી કુમકુમ પગલે આવો,

રાતા રંગની ચૂંદલડી રે મંગાવો,
કે પરણે આજ લાડકડી રે
કોરે કોરે મોતીડા રે મઢાવો,
કે પરણે આજ લાડકડી રે
આવો માડી કુમકુમ પગલે પધારો,
આશિષ દેજો વિનવીએ કર જોડી,
કે પરણે આજ લાડકડી રે…



Watch Video

Scroll to Top