Skip to content
Gujarati Lyrics

Abhyas Jagya Pachi Bahu Bhamvu Nahi Ganga Sati Bhajan Lyrics

Gujarati Bhajan 5 views June 14, 2023
PDF

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે
અભ્યાસ જાગ્યા પછી…

તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ
અભ્યાસ જાગ્યા પછી…

હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે
અભ્યાસ જાગ્યા પછી…

મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે
અભ્યાસ જાગ્યા પછી…

Share this song

Related songs

PDF