Home » Antahkaran Thi Pujavani Aasha Rakhe Lyrics by Ganga Sati Panbai

Antahkaran Thi Pujavani Aasha Rakhe Lyrics by Ganga Sati Panbai

અંત:કરણથી પૂજાવાની આશા રાખે
ને એને કેમ લાગે હરિનો સંગ રે,
શિષ્ય કરવા નહિ એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે
અંતઃકરણથી…

અંતર નથી જેનું ઉજળું.
ને જેને મોટાપણું મનમાંય રે.
તેને બોધ નવ દીજીએ
ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે
અંતઃકરણથી…

શઠ નવ સમજે સાનમાં
ને ભલે કોટિ ઉપાય કરે.
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય
ને એવાની અંતે ફજેતી થાય રે
અંતઃકરણથી…

એવાને ઉપદેશ કદી નવ દેવો
ને ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
એવાનો કરવો નહિ ઈતબાર રે
અંતઃકરણથી…



Scroll to Top