ભક્તિ કર્તા છૂટે મારા પ્રાણ,
પ્રભુજી એવુ માંગુ છુ,
રહે જનમો જનમ તારો સાથ,
પ્રભુજી એવુ માંગુ છુ,
તારુ મુંખડુ મનોહર જોયા કરું,
રાત દિવસ ભજન તારુ ગયા કરું,
રહે અંત સમય તારુ ધ્યાન,
પ્રભુજી એવુ માંગુ છુ...
મારી આશા નિરાશા કરશો નહિ,
મારા અવગુન હૈયામા ધારશો નહિ,
સ્વાસે સ્વાસે રતુ તારુ નામ,
પ્રભુજી એવુ માંગુ છુ...
મારા પાપ ને તાપ સમાવી લેજો,
તારા બાલક ને દાસ બનાવી દેજો,
દેજો આવિને દર્શન દાન,
પ્રભુજી એવુ માંગુ છુ...