X

DAMMAR DAAK 4 LYRICS | DEV PAGLI, KRUZ, K. DEEP

હે આવો આવો
મારી જહુબઈ ઝોપડી આવો
હે આવો આવો
મારી હડકઈબઈ મેલડી આવો

માંના પાવા વાગે માંના ભુવા ધૂને
માંના પગલાં પડે ટળે દુખડા
માંના પાવા વાગે માંના ભુવા ધૂને
માંના પગલાં પડે ટળે દુખડા

માંની આંખનો પ્રભાવ
માંનો મમતા કેરો હાથ ફરે માથે
ભાગી જાય બધા ભૂતડા

માડી વાગે તારા ડાક તારા બાળ કરે હાદ
આવે તું તો થઇ જાય ભાગ ઉજળા
માડી વાગે તારા ડાક તારા બાળ કરે હાદ
આવે તું તો થઇ જાય ભાગ ઉજળા

હે ચોટીલા વાળી
હે ભગુડા વાળી

હે ચોટીલા વાળી ભગુડા વાળી
ચોટીલા વાળી ભગુડા વાળી આવો રમવા રે

માંના પાવરીયા તારા આયા
ડાકલા જબરા વાગ્યા
અરે જોરાવર તારા આયા

ચંડ મૂંડ હણનાર માડીના ઝાલરનો ઝણકાર
નીચે પડેલાને ઉગતા કરે એવી મારી માવડીનો ખમકાર
ચમકાર

મળે એટલા પૂછે ગણો એટલા ખૂટે
ભનો એટલા સુખે પડે એટલા ડૂબે
ને જટ ચપટી કામ થાય પૂરું જો નામ તારું મુખે

મારી સાચી રે સત
આ પગને લાગી જો ગરબાની લત
કાળીયા ભીલની દેવી આટલી અરજ
કે સત બુદ્ધિ તું આપી દે જટ

તને રાખું આગળ તો પછી મને કોની વાટ
તો મન મૂકી ને તું રમ આજ
એવા વગાડું ડમ્મર ડાક કે નાસ્તિક ને અડે પવન

તું વ્હાલી છે તારા ખોટા સોગંદ ના ખવાય
તું વ્હાલી છે તારા ખોટા સોગંદ ના ખવાય

આજ ચોક પુરાયા માવડી
આજ રમવા આવો માવડી
આજ ચોક પુરાયા માવડી
આજ રમવા આવો માવડી
આવો ને આવો માવડી

તારા પાવરીયા રે આયા રમવા વ્હેલા આવો
તારા જાગરિયા આજ આયા રમવા વ્હેલા આવો

માડી તું રાખે નજર જો પ્રેમની તો ભાંગે કપરા દુઃખ
એ હેતના દરિયાવાળી જો મારે તું ફૂંક તો મળે ટાઢક ને
તારી આ હૂંફ જો રે ને હારે તો લાગે છે દૂર
આ દુઃખની બળ બળ બળ ફરતી ડમરીઓ

ને મેં જયારે જયારે કર્યો સાદ કંકુ કેરો હાથ તે ધરિયો
મહિસાસુરનો વધ તે કર્યો
તું મારા કુળની જનેતા રક્ષા કર
બેઠો છુ તને હું વિનવું કે હવે આવી ને ચોકમાં પગલાં કર

રાખ કહલ ને જાહો જલાલી તું રાખે
તારા છોરું નું જે કરે ખોટું એને આંખે તું રાખે
ને આખો ને આખો તું ચંડમુંડ હણનારી
મારી રણચંડી ચામુંડ
તું થાબડ થાબડ કરે તો આવી જાય મીઠડી ઊંઘ
તું વ્હાલનો દરિયો
મારી માવલડી તને જોવા આતુર આખું કુળ
ને વાગે છે પાવા તું આવીને જૂમ જૂમ જૂમ

માંના પાવા વાગે માંના ભુવા ધૂને
માંના પગલાં પડે ટળે દુખડા
માંના પાવા વાગે માંના ભુવા ધૂને
માંના પગલાં પડે ટળે દુખડા

માંની આંખ નો પ્રભાવ
માંનો મમતા કેરો હાથ ફરે માથે
ભાગી જાય બધા ભૂતડા

માડી વાગે તારા ડાક તારા બાળ કરે હાદ
આવે તું તો થઇ જાય ભાગ ઉજળા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.