X

SHU VAAT CHE MARA GUJARAT NI LYRICS | KINJAL DAVE, ADITYA GADHVI

મન ગમતી મોજ છે ને પાછી રોજ છે
સૌને એ ઘેલું લગાવે
થનગનતી તાનમાં ઘૂમી ને શાનમાં
નાચે ને સૌ ને નચાવે

મન ગમતી મોજ છે ને પાછી રોજ છે
સૌને એ ઘેલું લગાવે
થનગનતી તાનમાં ઘૂમી ને શાનમાં
નાચે ને સૌ ને નચાવે

અહીં ભીની ભીની લાગણી રે
અહીં ઝીણી ઝીણી રાગની રે
રીત ભાત લલચામણી રે
અહીં પ્રેમની વધામણી રે

શું વાત છે મારા ગુજરાત ની
અમી રાત છે મારા ગુજરાત ની
શુ વાત છે મારા ગુજરાત ની
અમી રાત છે મારા ગુજરાત ની

અહીંયા આવે છે દુનિયાથી સૌ કોઈ એને ગમાડે
અહીંથી જે જાય કોઈ વ્હાલા દુનિયામાં ડંકો વગાડે
રંગીલી રાતડી ને દિવસો ધમકતા આંખો ને એવા અંજાવે
જોઈ ને જાય કોઈ બીજે જગતમાં સપનામાં રોજ એ આવે

એવો વ્હાલા વરસાવતો રે
રૂડા રંગ છલકાવતો રે
એના સ્વાદ થકી ભાવતો રે
એના રૂપે લોભાવતો રે

શુ વાત છે મારા ગુજરાત ની
અમી રાત છે મારા ગુજરાત ની
શુ વાત છે મારા ગુજરાત ની
અમી રાત છે મારા ગુજરાત ની

રૂડી રૂપાળી ને રઢિયાળી હેત વાળી હરિયાળી
કાયમ રમતી કાળની હારે રમતું એતો રંગભાળી
છલાક ઉછાળતી આઈ અમારી વાગે જગમાં પડઘમતો

ઝૂકી ના જાણે કદી ના હારે
ગુર્જરી છે એને નમજો ભાઈ
ગુર્જરી છે એને નમજો રે જી રે 
ગુર્જરી છે એને નમજો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.