X

SHOBHE MATHE GARBO RAMJO MAZAM RAT LYRICS | VIPUL SUSRA

આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
શોભે માથે ગરબો માડી રમજો માઝમ રાત

રમે નવદુર્ગા માં રમે મહાકાળી માં
રમે નવદુર્ગા માં રમે મહાકાળી માં
ચાકર ચોકે રમે ગબ્બર ગોખવાળી માં

એ ફૂલનો ગરબો ને હવા લાખ દીવડા
આસો માસો ના રૂડા આયા નવ નોરતા
ફૂલનો ગરબો ને હવા લાખ દીવડા
આસો માસો ના રૂડા આયા નવ નોરતા

એ થાય ફૂલડાં નો વરસાદ પડે તાળીયો નો તાલ
થાય ફૂલડાં નો વરસાદ પડે તાળીયો નો તાલ
ફૂલ વાળો ગરબો શોભે જોગણીમાં ના હા માત

આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
શોભે માથે ગરબો માડી રમજો માઝમ રાત
શોભે માથે ગરબો માડી રમજો માઝમ રાત

માટેલ વાળી મારી ખોડલ માં પધારજો
ચોટીલાની ચામુંડ માતા વેલા હર પધારજો
શંખલપૂરથી મારી બહુચર માં તેડાવજો
ઊંઝાથી ઉમિયા માને હેતેથી વધાવજો

આસો પાલવનાં તોરણીયા બંધાવજો
કંકુ અબીલ હાચા મોતીડે વધાવજો
આસો પાલવનાં તોરણીયા બંધાવજો
કંકુ અબીલ હાચા મોતીડે વધાવજો

આવે રથડા રૂમઝૂમ વાગે ઘૂઘરા ઘુમ ઘુમ
આવે રથડા રુમઝુમ વાગે ઘૂઘરા ઘુમ ઘુમ
નવલા આયા નોરતા માડી રમજો માઝમ રાત

આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
શોભે માથે ગરબો મોમઈ રમજો માઝમ રાત
શોભે માથે ગરબો માડી રમજો માઝમ રાત

પગમાં પાયલ માંને નાકે શોભે નથડી
રમે જગદંબા શોભે હાથે બાર બંગડી
કચ્છ વાગડથી પધાર્યા મોમઈ માવડી
વાયડ ગોમથી પધાર્યા માં જોગણી

હાત હાત બેનડીયો ને ભેળી રમે માવડી
ભમ્મરિયાળી ભાત ને આછી આછી ઓઢણી
હાત હાત બેનડીયો ને ભેળી રમે માવડી
ભમ્મરિયાળી ભાત ને આછી આછી ઓઢણી

ટોડલે તોરણીયા બંધાય રૂડા હાથિયા પુરાય
ટોડલે તોરણીયા બંધાય રૂડા હાથિયા પુરાય
લાખ લાખ દીવડે માંના ગુણલા ગવાય

આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
આઈ નવલી રે નવરાત માં રમજો સૈયર સાથ
શોભે માથે ગરબો સીકુ રમજો માઝમ રાત
રમજો સૈયર સાથ ચેહર મેલડી માં.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.