X

Dharyu Dhaninu Thaay Gujarati Bhajan Lyrics

ધાર્યું ધણીનું થાય પરંતુ,
સત્ય કર્મ તું કરતો જા,
સેવક બનીને સેવા કરજે,
ધ્યાન ધણીનું કરતો જાતનથી મનથી વચનથી સાચી,
સેવા કરજો ભાઇ,
સત્યમેવ જયતે આફર તો,
એમાં શાની નવાઇ,
દયા ધર્મમાં નિશદિન રહેજે,
નિડર થઇ વિચરતો જા
સેવક બનીને

યોગી તો પોતાનું કરતાં,
ભક્ત તો દુઃખમાં દુઃખીયા,
સુખ દુઃખમાં છે સાથી સૌના,
પ્રભુ નામમાં સુખીયા,
બે મારગ છે સમજુ શાણા,
મન ભાવે તે કરતો જા
સેવક બનીને

મરવું તો જીવવાનું છોડો,
જીવવું તો પછી મરવું શું,
સમજુ શાનમાં સમજી જાશે,
જન્મ ધરીને કરવું શું,
દાસ સત્તાર કહે કર જોડી,
ભવસાગરને તરતો જા
સેવક બનીને

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.