Home » Dhol Dhamakya ne Var Vahu na Hath Malya| ઢોલ ઢબકયાને વરવહુના

Dhol Dhamakya ne Var Vahu na Hath Malya| ઢોલ ઢબકયાને વરવહુના

ઢોલ ઢબકયાને વરવહુના હાથ મળ્યા,
શરણાઈ વાગીને વરવહુના હાથ મળ્યા,

જેમ ઈશ્વર પાવરતીનાં હાથ મળ્યા
તેમ વરને કન્યાના હાથ મળ્યા
ઢોલ ઢબકયાને…

જેમ રામ સીતાના હાથ મળ્યા
તેમ વરને કન્યાના હાથ મળ્યા
ઢોલ ઢબકયાને…

જેમ કૃષ્ણ રાધાના હાથ મળ્યા
તેમ વરને કન્યાના સાથ મળ્યા
ઢોલ ઢબકયાને…

જેમ ઈન્દ્ર ઈન્દ્રાણીના હાથ મળ્યા
તેમ વરને કન્યાના હાથ મળ્યા
ઢોલ ઢબકયાને…

હૈયા હરખાંને વર વહુના હાથ મળ્યા
વાજાં વાગ્યાંને વર વહુના હાથ મળ્યા
ઢોલ ઢબકયાને…



Watch Video

Scroll to Top