Dhyan dhar hari tanu alp mati aalasu Lyrics in Gujarati by Narsinh Mehta
હે ધ્યાન ધર હરીતણુ અલ્પમતિ આળસુ
જે થકી જન્મના સુખ થાયે
અવળ ધંધો કરે અર્થ કઈ નવ સરે
માયા દેખાડીને મૃત્યુ વાયે
હે ધ્યાન ધર હરીતણુ
સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં
શરણ આવે સુખ અપાર હોયે
અવળ વેપાર તુ મેલ મીથ્યા કરી
કૃષ્ણનુ નામ તુ રાખ મોહે
હે ધ્યાન ધર હરીતણુ
પટક માયા પરી અટક ચરણે હરિ
વટકમા વાત સુણતા જ સાચી,
આશનુ ભવન આકાશ સુધી રચ્યુ
મુઢએ મૂળથી ભીત કાચી
હે ધ્યાન ધર હરીતણુ
સરસ ગુણ હરિતણા જે જનો અનુસરીયા
તે તણા સુજશ તો જગત બોલે રે
નરસૈયા રંકને પ્રિત પ્રભુ શુ ઘણી
અવર વેપાર નહી ભજન તોલે
હે ધ્યાન ધર હરીતણુ
Dhyan dhar hari tanu, alp mati aalasu
Je thaki janm na such thaaye
Aval dhandho kare arth kai nav sare
Maaya dekhaadi ne mrutyu vaaye
He dhyaan dhar hari tanu
Sakal kalyaan shree krushn na charan ma
Sharan aave such apaar hoye
Aval vepaar tum el mithya karo
Krushn nu naam tu raakh mohe
He dhyan dhar hari tanu
Patak maaya pari atak charane hari
Vatak ma vaat sonata j saachi
Aashanu bhavan aakaash sudhi rachyu
Mudh ye mul thi bhit kaachi
He dhyan dhar hari tanu
Saras gun haritana je jano anusriya
Te tana sujash to jagat bole re
Narsaiya rank ne prit prabhu shu ghani
Avar vepaar nahi bhajan tole
Dhyan dhar hari tanu
Related songs
Aare Kayano Hindolo Lyrics | Mittal Rabari
Mogal Chedta Kado Nag Lyrics
Jag Ma Motu Naam Tamaru Jalaram Lyrics
Dhuni Re Dhakhavi Gujrati Lyrics
MATA MARI NIKDI CHE HISAB LEVA LYRICS | RAJAL BAROT
રાણાજી અમે ગોવિંદ ના ગૂણ ગાશું |Ranaji ame Govind na Gun Gashu Lyrics
Ranaji ame Govind na Gun Gashu Lyrics