Home » Dundala dev lyrics – દુંદાળા દેવ વિઘ્નહરણ

Dundala dev lyrics – દુંદાળા દેવ વિઘ્નહરણ

શ્રી ગણપતિનો ગરબો – દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારૂ

દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારૂ,

સહુ કરતા સેવ સુધબુધના સ્વામીને ચરણે લાગુ

(૧)
ગજમુખ સન્મુખનાં છો સ્વામી,
ઘણુ રૂપ દીસે ન મળે ખામી,
દુઃખડા ટાળો અંતર્યામી…
દુંદાળા દેવ.

(ર)
મુખડું સિંદુરથી છે રાતું,
લાડુ લઈ સૂંઢ વડે ખાતુ
તારૂ રૂપ દિસે છે મદમાતુ…
દુંદાળા દેવ.

(3)
તારે ચાર ભુજા છે રૂપાળી,
કમંડળ ફરશી અંકુશવાળી,
ચોથે કર પંકજની જયમાળા…
દુંદાળા દેવ.

(૪)
મસ્તક મુગટે હીરા ઝળકે,
કાને મુક્તાફળ બે લટકે,
ભાલ તિલક શીર્ષ સુંદર લળકે…
દુંદાળા દેવ.

(૫)
તારે વાહન ઉંદર રૂપાળુ,
તે દીસે કાજળ સમ કાળુ,
બહુ વ્હાલું… દુંદાળા દેવ.
તને હૃદય કમળમાં બહુ વ્હાલું…

(૬) રિધ્ધિ સિધ્ધિ છે હો નારી,
તે ક્ષેમકુશળની કરનારી,
જેની વાણીથી સરસ્વતી હારી…
દુંદાળા દેવ.

(૭)
ભટ્ટ વલ્લભ સેવક છે તારો,
તેને કરીને બાંય ઝાલો… પા
દુંદાળા દેવ.



Scroll to Top