Home » Ek Bhar re Jobaniya ma Betha Benibaa | એક ભર રે જોબનીયામાં બેઠાં

Ek Bhar re Jobaniya ma Betha Benibaa | એક ભર રે જોબનીયામાં બેઠાં

એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબા,
દાદાએ હસીને બોલાવીયાંરે,
દિકરી તમારી દેહ રે દુબળી,
કાંરે આંખલડી જળ ભરી
નથી રે દાદાજી અમે દેહે રે દુબળાં
નથી રે આંખલડી જળ ભરી રે….

કેવો તે વર તમને ગમશે બેનીબા
એક ઉંચો તે વર ના ગોતો દાદાજી
ઉચો તે નિત્ય નેવા ભાંગે રે લોલ.
એક નીચો તે વર ના જોશો દાદાજી
નીચો તે નિત ઠેબ આવે રે લોલ.

એક કાળો તે વર ના જોશો દાદાજી
કાણો તે કટુંબ લજાવે રે લોલ.
એક ગોરો તે વર ના જોશો દાદાજી
ગોરાને નિત્ય નજરૂ લાગે રે લોલ.

એક કેડે પાતળિયોને મુખે શામળિયો
એવો મારી સૈયરે વખાણીયો.
એક પાણી ભરતી પનિહારીએ વખાણીયો
ભલો રે વખાણ્યો મારી ભાભીએ



Watch Video

Scroll to Top