Home » Etali Shikhaman Dai Chit Sankelyu Lyrics by Ganga Sati Panbai

Etali Shikhaman Dai Chit Sankelyu Lyrics by Ganga Sati Panbai

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું
ને વાળ્યું સતીએ પદ્માસન રે,
મન વચનને સ્થિર કરી દીધું
ને અંતર જેનું છે પ્રસન્ન રે
એટલી શિખામણ દઈ…

ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું
ને લાગી સમાધિ અખંડ રે.
મહાદશ પ્રગટાવી તે ઘડી
ને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રે
એટલી શિખામણ દઈ…

બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈ
ને અંતર રહ્યું નહિ લગાર રે,
સુરતાએ સુનમાં જઈ વાસ કીધો.
ને અરસપરસ થયા એકતાર રે
એટલી શિખામણ દઈ…

નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ
ને વૃત્તિ લાગી પીંડની પાર રે,
ગંગા સતીનું શરીર પડી ગયું.
ને મળી ગયો હરિમાં તાર રે
એટલી શિખામણ દઈ…



Scroll to Top