Home » Ganga Sati Jyare Swadham Gaya Lyrics by Ganga Sati Panbai

Ganga Sati Jyare Swadham Gaya Lyrics by Ganga Sati Panbai

ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે
પાનબાઈને થયો અફસોસ રે,
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો
ને મટી ગયો મનનો સર્વે શોક રે
ગંગા સતી જ્યારે…

અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં
સંકલ્પ સમરું ચિત્તમાંહી રે.
હાણ ને લાભની મટી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે
ગંગા સતી જ્યારે…

જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને
રસ તો પીધો અગમ અપાર રે.
એક નવધા ભક્તિને સાધતાં,
મળી ગયો તુરિયામાં તાર રે
ગંગા સતી જ્યારે…

ત્યાં તો એટલામાં અજુભા આવ્યા
તેને કરાવ્યો સત્સંગ રે.
ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે
હવે કોણ ચડાવે પુરણ રંગ રે
ગંગા સતી જ્યારે…



Scroll to Top