Home » Halke Hathe Te Nath Mahida Valovjo

Halke Hathe Te Nath Mahida Valovjo

હલકે હાથે તે નાથ! મહિડાં વલોવજો,
મહિડાંની રીત નોય આવી રે લોલ ..aલકે…

ગોળી નંદવાશે નાથ, ચોળી છંટાશે ,
મોતિડાની માળા તૂટશે રે લોલ ..aલકે…

ગોળી નંદવાશે નાથ, ગોરસ વહી જાશે,
ગોરીનાં ચીર મહીં ભીંજશે રે લોલ ..aલકે…

નાની શી ગોરસીમાં જમનાજી ઊછળે,
એવી ન નાથ, દોરી તાણો રે લોલ ..aલકે…

નાની શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
હળવે ઉઘાડી નાથ! ચાખો રે લોલ ..aલકે…

હલકે હાથે તે નાથ! મહિડાં વલોવજો,



Watch Video

Scroll to Top