X

Harine Bhajta Haju Koi Ni Laaj Jata Nathi Jani Re

હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે
જેની સુરતા શામળિયા સાથ વદે વેદ વાણી રે

વહાલે ઉગાર્યો પ્રહલાદ હરણા કંસ માર્યો રે
વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે

વહાલે નરશિંહ મહેતાને હાર હાથોહાથ આપ્યો રે
ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે

વ્હાલે મીરાં તે બાઈના ઝેર હળાહળ પીધાં રે
પાંચાળીના પૂર્યા ચીર પાંડવ કામ કીધાં રે

આવો હરિ ભજવાનો લ્હાવો ભજન કોઈ કરશે રે
કર જોડી કહે પ્રેમળદાસ ભક્તોના દુઃખ હરશે રે

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.