એ જી તારા આંગણિયા પૂછીને કોઇ આવે રે,
આવકારો મીઠો આપજે હો જી.
એ જી તારે કાને રે સંકટ કોઇ સંભળાવે રે,
બને તો થોડુ કાપજે હો જી.માનવીની પાસે કોઇ માનવી ન આવ રે,
એ જી તારા દિવસની પાસે દુ:ખિયા આવે રે
આવકારો મીઠો આપજે હો જી.
કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે,
એ જી અને ધીરે ધીરે બોલવા તું દેજે રે
આવકારો મીઠો આપજે હો જી.