Home » Ho Marvada Gujarati Lokgeet Garba Lyrics

Ho Marvada Gujarati Lokgeet Garba Lyrics

હો મારવાડા

તમે એક વાર મારવાડ જાજો રે, મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે, મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા
હોં કે, પેલું લાવજો રે, મારવાડા

તમે એક વાર જામનગર જાજો રે, મારવાડા
તમે જામનગરથી લેરિયું લાવજો રે, મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા
હોં કે, પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની બંગડી લાવજો રે, મારવાડા

તમે એક વાર ઘોઘા જાજો રે, મારવાડા
તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે, મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા
હોં કે, પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની ડાબલી લાવજો રે, મારવાડા

તમે એક વાર પાટણ જાજો રે, મારવાડા
તમે પાટણથી પટોળા લાવજો રે, મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા
હોં કે, પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની કાંસકી લાવજો રે, મારવાડા

તમે એક વાર ચિત્તળ જાજો રે, મારવાડા
તમે ચિત્તળથી ચૂંદડી લાવજો રે, મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા
હોં કે, પેલું લાવજો રે, મારવાડા

તમે એક વાર મારવાડ જાજો રે, મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે, મારવાડા



Scroll to Top