X

Hu Kai Nai Bolu Aeto Jose Mari Mata Lyrics | Kiran Bhuvaji Por | Ekta Sound

માં હોંભરન કોઈ દાડો
આ કાળા કળિયુગમાં અઠાર મોનસ ફરતું હોય
પણ રાત દાડો જે જોડે ફરતું હોય ન
જે જોડે બેસતું હોય ન
જોડે બેહી ન ભઈ ભઈબંધ જેવો હોય પણ
ગદ્દારી કરે એ ભઈબંધનો વિશ્વાસ ન આવ
મારી જોગમાયા હોંભરજે કોઈ દાડો
મનમાં તું તારા હજાર વિશ્વાસ લઇ ન
હજાર વિચાર લઈ ન ફરતો હશે ચારેબાજુ
પણ હું તો કઈ નઈ બોલું એતો જોશે મારી માતા
મારી જોગમાયા જોઈ લેશે
આવો આવો આવો મારી ગરીબની દેવી દેવી આવો
અલ્યા વગાડ વગાડ માતા આવી
એ હો હો હો એ હો હો હો એ હો હો હો એ હો હો હો

હો મનમાં જો તારા તું પાપ ભરી રાખશે
મારા ભરોહા ને તોડી જો તું નાખશે
હો મનમાં જો તારા તું પાપ ભરી રાખશે
મારા ભરોહા ને તોડી જો તું નાખશે
કરેલા કરમ તારા લખી દેશે માતા
એ હું કઈ નહિ બોલું એ તો જોશે મારી માતા
અલ્યા હું કઈ નહિ બોલું એ તો જોશે મારી માતા

હો મનમાં જો તારા તું પાપ ભરી રાખશે
મારા ભરોહા ને તોડી જો તું નાખશે
કરેલા કરમ તારા લખી દેશે માતા
એ અલ્યા હું કઈ નહિ બોલું એ તો જોશે મારી માતા
અલ્યા હું કઈ નહિ બોલું એ તો જોશે મારી માતા માતા

અલ્યા વગાડ વગાડ મારી માતા આવી
હો જયારે પણ તું તારા વાયદાથી ફરશે
ત્યારે મારી માતા તારો દાટ વાળી નાખશે
હો ખોટી નીતિ તારા મનમાં જો તું રાખશે
સતની દેવી મારી તને નહિ છોડશે
હો મારુ એ ખઈને જો ખોટું તું બોલશે
મારા ભરોહાને તોડી જો તું નાખશે
તારો હિસાબ પછી કરી દેશે માતા
અલ્યા હું કઈ નહિ બોલું એ તો જોશે મારી માતા
એ હું કઈ નહિ બોલું એ તો જોશે મારી માતા

મારા ભોળા ભોળપણનો તે લાભ ઉઠાવ્યો હશે પણ
તે મને પીઠ પાછળ ધા કયો હશે ન મન છેતર્યો હશે
આ બધું જો ખેલ તારા મારી માતા જોણતી હતી
મારી માતા ન બધી ખબર હતી
પણ હું તો કઈ નહિ બોલું એ તો જોશે મારી માતા
મારી જોગમાયા જોઈ લેશે
મારે તો બે નજર સ પણ
મારી હજાર નજરી મારી દેવી સ ન
આ કાળા કળિયુગમાં તમે છેતરવા આવ્યા છો
પણ મારી માતા મને છેતરવા નહિ દે
આવો આવો મારી ગરીબની દેવી દેવી આવો

હો એવા ટાણે તારી આંખો રે ખુલશે
ભૂલો સુધારવાનો મોકો માતા આલશે
અલ્યા એક વાર મારી માતાને કગરી તો જો

હો કરેલી ભૂલો તારી યાદ તને આવશે
તારી ભૂલો નો તને પસ્તાવો થાશે 
હો રાત હોય કે દાડો તને ઊંઘ ન આવશે
તારું કરેલું ત્યારે તને રે નડશે
માતાને નમશે તો માફ કરશે માતા
હું કઈ નહિ બોલું એ તો જોશે મારી માતા
અલ્યા હાચુ કહું છું પછી જોશે મારી માતા
એ હું કઈ નહિ બોલું એ તો જોશે મારી માતા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.