Home » Jevo Tevo Pan taro

Jevo Tevo Pan taro

જેવો તેવો પણ તારો
હાથ પકડ પ્રભુ મારો॥

તારે ભરોસે જીવન નભતું,
મનડું ચંચળ જ્યાં ત્યાં ભમતું
કરતું ખોટા વિચારો, હાથ પકડ પ્રભુ મારો॥

સમજી ને હું આગળ પડતો, માયાનો ભડકો ભડભડતો
કરતો ખોટા વિચારો, હાથ પકડ પ્રભુ મારો॥

જ્યાં ચાલું ત્યાં કાંટા વાગે, વાગે પણ હું ચાલું આગે
થાતો પાપ વધારો, હાથ પકડ પ્રભુ મારો॥

પુનિત ના અંતર ની વાણી, અંતર્યામી લે તું જાણી
એકજ તું છે સહારો, હાથ પકડ પ્રભુ મારો॥



Watch Video

Scroll to Top