Home » Jhulan Morli Vagi Re Raja Na Kunwar

Jhulan Morli Vagi Re Raja Na Kunwar

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર
હાલો ને જોવા જાઇયેરે
મોરલી વાગી રે રાજાના કુંવર ।

ચડવા તે ઘોડો હંસલો રે રાજાના કુંવર ,
પિતળિયા પલાણ રે મોરલી વાગી રે રાજાના કુંવર ।

બાંયે બાજુબંધ બેરખા રે રાજાના કુંવર ,
માથે મેવાડાં મોળિયાં રે રાજાના કુંવર ,
કિનખાબી સૂરવાળ્રે મોરલી વાગી રે રાજાના કુંવર ।

પગે રાઠોડી મોજડી રે રાજાના કુંવર ,
ચાલે ચટકતી ચાલ્ય રે મોરલી વાગી રે રાજાના કુંવર ।



Watch Video

Scroll to Top