કંઠસ્થ ગઝલો એમને મારી કરી તો છે એને પસંદ જો હું નથી શાયરી તો છે વર્ષો પછી અ બેસતાં વર્ષે દોસ્તો બીજું તો ઠીક એમની કંકોત્રી તો છે
મારી એ કલ્પના હતી કે વિસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને મારી એ કલ્પના હતી કે વિસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને
ભુલી વફાની રીત ન ભુલી જરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ જાણે ગુલાબી એના વદનના જવાબ સમ રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી ભુલી વફાની રીત ન ભુલી જરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
કંકોતરીથી એટલું પુરવાર થાય છે કંકોતરીથી એટલું પુરવાર થાય છે નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે
દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે ભુલી વફાની રીત ન ભુલી જરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
આસીમ હવે વાત ગઇ રંગ પણ ગયો તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો હાથોની છેડછાડ ગઇ વ્યંગ પણ ગયો મેળાપની એ રીત ગઇ ઢંગ પણ ગયો
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું એ પારકી બની જશે હું એનો એજ છું ભુલી વફાની રીત ન ભુલી જરી મને. ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.
English version
Kanthasth ghazalo amne mari kari to chhe Aene pasand jo hu nathi shayari to chhe Varso pachi abesta varshe dosto Biju to thik amni kankotri to chhe
Mari a kalpana hati ke visari mane Kintu ae matra bharm hato thai khatri mane Mari a kalpana hati ke visari mane Kintu ae matra bharm hato thai khatri mane
Bhuli wafani rit na bhuli jari mane Bhuli wafani rit na bhuli jari mane Lyo aena lagna ni madi kankotri mane
Kagad no ano rang chhe khilata gulab sam Jane gulabi aena vadanna jawab sam Ranginiyo chhe aema dhani phoolchhab sam Jane ke koi prem kavya ni koi kitab sam
Janu chhu aena aksharo varso na saththi Sirnamu maru kidhu chhe khud aena haththi Bhuli wafani rit na bhuli jari mane Lyo aena lagnani madi kankotri mane
Kankotrithi atlu purvar thay chhe Kankotrithi atlu purvar thaiy chhe Nishfadl bane jo prem to vahevar thay chhe Jyare udhadi ritr na kai pyar thay chhe Tyare prasang joi sadachar thay chhe
Dukh chhe hajar toy haji aej tek chhe Kankotri nathi aa amasto vivek chey Bhuli wafani rit na bhuli jari mane Lyo aena lagna ni madi kankotri mane
Aasim have vat gai rang pan gayo Tapi tate thato hato ae sang pan gayo Hatho ni ched chad gai vyang pan gayo Medapni ae rit gai dhang pan gayo
Hu dil ni lagni thi haji pan satej chu Ae parki bani jase hu aeno aej chu Bhuli vafa ni rit na bhuli jari mane Bhuli vafa ni rit na bhuli jari mane Lyo aena lagnni madi kankotri mane.