Home » Kanku Kharyu Ne Suraj Ugyo Gujrati Lyrics

Kanku Kharyu Ne Suraj Ugyo Gujrati Lyrics

માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો
જગ માથે જાણે પ્રભુતા એ પગ મુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો .

મંદિર સર્જાયું ને ઘંટારવ ગાજ્યો
બ્રહ્મનો ચંદરવો માં એ આંખ્યુંમાં આંજ્યો
દીવો થવા મંદિર નો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો

માવડીની કોટમાં તારના મોટી
જનની ની અન્ખ્યુંમાં પૂનમ ની જ્યોતિ
છડી રે પુકારી મણી મોરલો ટહુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો .

નોરતા ના રથ ના ઘૂઘરા બોલ્યા
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્ય
ગગન નો ગરબો માં ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો . 



Scroll to Top