Home » kshetrapal Dada Ni Aarti – Gujarati Lyrics

kshetrapal Dada Ni Aarti – Gujarati Lyrics

ક્ષેત્રપાલ દાદાની આરતી

જય ક્ષેત્રપાલદાદા પ્રભો જય ક્ષેત્રપાલ દાદા
અમો તમારા બાળકો (૨) નિત ગુણ ગાતા.. પ્રભો..

કુટુંબ હાલાણીના પ્રતિપાલક, અમારા તમે રખેવાળ.. (૨)
તુજ છાંયે અમે નભતા (૨) કરતાં ઘરનું કામ.. પ્રભો..

નમીએ ભમીએ આજ તમારે આંગણે અમે દાદા.. (૨)
સ્મરણિયે અહર્નિશ (૨) તુજ ધ્વારે દાદા.. પ્રભો જય..

વસજો અમ હદય આંગણે ગુણ નિધિ ઈષ્ટ દેવા.. (૨)
સકંટ અમ તણા કાપો (૨) ઓ મહાકુળ દેવા.. પ્રભો..

ભવસિંધુ તારણ વિપત્ત નિવારણ, તમે સદબુદ્ધિ દાદા (૨)
તમ છત્રછાયામાં (૨) આનંદ કરીએ દાદા.. પ્રભો જય..

બાળ હિતેચ્છક કુટુંબ રક્ષક તમે છો ઓ દાદા (૨)
તુમ વિણ સુખ ન ઉપજે (૨) તુમ વિણ મંગલ ન હોય.. પ્રભો..

અંતરયામી દિનદયાળુ ઓ ભોળા દાદા.. (૨)
સહકુટુંબ વિનવીયે (૨) ભૂલચૂક કરો તમે માફ.. પ્રભો..

ભાવ બઢાવો ભકિત આપો કુટુંબ એમ ગાયે… (૨) |
જીવન તાપ નિવારો (૨) સુખ સંપતિ થાઓ. પ્રભો

જય ક્ષેત્રપાલ દાદા.. જય ક્ષેત્રપાલ દાદા પ્રભો..

ક્ષમાપન
ન જાણું મંત્રો ન જાણું તંત્રો, પૂર્જન ક્ષેત્રપાલદાદા
ન્યાસ મુદ્રા કંઇ ના જાણું ક્ષમા કરો ક્ષેત્રપાલદાદા
છે અપરાધોની પરંપરા, કરો કૃપા ક્ષેત્રપાલદાદા.
બાળક બની વિનંતી કરૂ છું ક્ષમા કરો ક્ષેત્રપાલદાદા



Scroll to Top