X

Maa Baap Chhe Dharti Na Mota Bhagavan Lyrics | Vijay Suvada

લાખો જગતના લાડ લડાવ્યા
મીઠા અમૃત ધાવણ ધવડાયા

લાખો જગતના લાડ લડાવ્યા
મીઠા અમૃત ધાવણ ધવડાયા
જો જો ના થાય કદી એનું અપમાન
દિલથી કરજો તમે સેવા સન્માન
વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન
વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન

તને રે ભણાવા કર્યા રે પરાયા કામ
તારા કોડ પુરા કર્યા ધરતી એક આસમાન
તને રે મેળવવા પથ્થરો પૂજતી
ઈ રે જનની તારી પથ્થરે અથડાય છે

હો જોયા ના ટાઢ કદી જોયા વરસાદ ના
એક જોયા છે તારા સુખના સપના
હૈયે છે એક તને જોયાની હામ
મોટપની મેઠીયોમાં ભુલ્યો તું ભાન
બેની માં બાપ છે ધરતીના મોટા ભગવાન
વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન

માં બાપ છે કુદરતની રૂપ કેરી મૂર્તિ
પૈસા દોલત ના એને જરૂર છે હૂંફની
માં બાપ છે કુદરતની રૂપ કેરી મૂર્તિ
પૈસા દોલત ના એને જરૂર છે હૂંફની

હો તને સુવડાવવા કીધા ઉજાગરા
તને રે જમાડી એને ખાદ્યા ટાઢા ટુકડા
ગંગા યમુના માં બાપ તીરથનું ધામ
એ રાજી તો રાજી થાશે મારો રામ
વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન
વીરા માં બાપ છે ધરતીના મોટા ભગવાન.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.