Skip to content
Gujarati Lyrics

Malya Malya Re Mandavde | મળ્યા મળ્યા રે માંડવડે Lyrics in Gujarati

Malya Malya Re Mandavde — Lyrics

Gujarati Lagna Geet 2 views July 31, 2023
PDF

મળ્યા મળ્યા રે માંડવડે
આજે વરકન્યાના હાથ,
ઢેલ મયુરની જોડી આ તો
ભવભવના છે સાથ,
મળ્યા મળ્યા રે…

ઢોલ નગારાંને શરણાઈયુંને
મંગળ ગીતડાં ગૂંજે,
નેણ મળ્યાની પ્રથમ પળોજણ
ભીતરથી મન ધ્રુજે,
મળ્યા મળ્યા રે..

સપ્તપદીના ફેરા ફરશે,
બંધન આ અણમોલ,
અગ્નિની સાક્ષીએ દેવાશે,
જનમજનમના કોલ,
મળ્યા મળ્યા રે..

Share this song

Video

Related songs

PDF