Skip to content
Gujarati Lyrics

Manav Nade Che Manvi Ne Lyrics In Gujarati – Narayan Swami

Gujarati Garba 3.8k views December 14, 2019
PDF

માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.
ચાવી મળે ગુનાહો ની જ્ઞાની થયા પછી..

માતા પિતા ની ગોદ માં, મમતા હતી ઘણી
બદલી ગયો એ પરણી ને , યૌવન મળ્યા પછી.
માનવ નડે છે માનવી ને…..

પ્રગતિ જીવન ની કરવા, ભાઈ ભણતર ભણી ગયો ,
પડતી હવે તે નોકરી , અનુભવ મળ્યા પછી.
માનવ નડે છે માનવી ને ….

ગાતો હતો તું ગીત , કાયમ પ્રભુ તણા
ભૂલી ગયો એ ભાવના, પૈસો થયા પછી
માનવ નડે છે માનવી ને….

નમતો હતો તું સર્વને , નિર્ધન પણા મહી ,
ઝગડા હવે કરે બધે , કૃપા મળ્યા પછી
માનવ નડે છે માનવી ને….

હું પ્રભુ બની હવે , પુજાઉં છું ઘણે
આપ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી

અરે ભાઈ સાધના ઓ ખુબ કીધી
નાઝિર કહે આ વિશ્વ માં
(તો શું જણાયું )
માનવી ને મેં કદી , પ્રભુ થતા જોયા નથી

માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.
ચાવી મળે ગુનાહો ની જ્ઞાની થયા પછી..

Share this song

Video

Related songs

PDF