X

MARA HATHMA TARU NAAM LYRICS | GAMAN SANTHAL

હો… મારા હાથમા લખેલું તારુ નામ
મારા હાથમા લખેલું તારુ નામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ

હો… મારા હાથમા લખેલું તારુ નામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ

હો… શરતો પ્રેમની રાખતા હતા
એકબીજા વગર જીવતા નતા
શરતો પ્રેમની રાખતા હતા
એકબીજા વગર જીવતા નતા

કેમ ભુલી ગયા તમે મારૂ નામ
કેમ ભુલી ગયા તમે મારૂ નામ
યાદ આવતું નથી કેમ મારૂં ગામ

હો… મારા હાથમા લખેલું તારુ નામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ

હો… એકબીજાને જોઈ જીવતા હતા
ઘડી પણ મારા વગર રહેતા નતા
હો… મારી કોઈ વાત તમે ટાળતા નતા
હર એક વાતે જીવ બાળતા હતા

હો… ઘર ભુલ્યા કે તમે મારગ ભુલ્યા
તમે મારા પ્રેમને સિદ રે ભુલ્યા
ઘર ભુલ્યા કે તમે મારગ ભુલ્યા
તમે મારા પ્રેમને સિદ રે ભુલ્યા

એ તારુ ભલું કરે મારો ભગવાન
તારુ ભલું કરે મારો ભગવાન
તારા માટે જીવ બળે મારી જાન

હો… મારા હાથમા લખેલું તારુ નામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ
જાણે રાધાએ લખ્યું હોય શ્યામ

હો મારા વગર તમે ખાવા ના ખાતા
હૌવથી પહેલા તમે યાદ મને કરતા
હો… ક્યાં ગયા દિવસો ક્યાં ગઈ રાતો
રોજ તમે મારી જોડે કરતા લ્યા વાતો

હો… સુખથી તારા વગર જીવતો નથી
તને યાદ કર્યા વિના રહેતો નથી
સુખથી તારા વગર જીવતો નથી
તને યાદ કર્યા વિના રહેતો નથી

મારી આંખે આજ આંસુનો વરસાદ
મારી આંખે આજ આંસુનો વરસાદ
દિલ ઘડી ઘડી કરે તને યાદ

હે… હવે આવીજાને તરસાવ ના યાર
હવે આવીજાને તરસાવ ના યાર
કેમ ભુલી ગઈ તું મારો પ્યાર
કેમ ભુલી ગઈ તું મારો પ્યાર.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.