X

MARE KONA SAHARE JIVAVU LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

શું કરવું કે શું ના કરવું
શું કરવું કે શું ના કરવું
શું કરવું કે શું ના કરવું
મારે કોના સહારે જીવવું
હે… મારે કોના સહારે જીવવું

હો… ખબર પડી નહિ મને તારા પ્રેમની
તું ભૂલી ગઈ મને રે કેમની
ખબર પડી નહિ મને તારા પ્રેમની
તું ભૂલી ગઈ મને રે કેમની

પ્રેમની માયા જાળમાં ફસાવી લીધો
પ્રેમની માયા જાળમાં ફસાવી લીધો
પછી મને કાંટાળી રાહ પર છોડી દીધો
મને કાંટાળી રાહ પર એકલો છોડી દીધો

મન મંદિરની તને માનીતી દેવી
લાવી ઘડી તે મારા જીવનની કેવી
ચાંદ તારાની સાથે પ્રેમ કર્યો તો
હું તો તારા પર સદા એ મર્યો તો

તું ધડકન હતી મારા દિલની
બની દુશ્મન કેમ મારા જીવનની
તું ધડકન હતી મારા દિલની
બની દુશ્મન કેમ મારા જીવનની

પ્રેમની માયાજાળમાં ફસાવી લીધો
પ્રેમની માયાજાળમાં ફસાવી લીધો
પછી મને કાંટાળી રાહ પર છોડી દીધો
મને કાંટાળી રાહ પર એકલો છોડી દીધો

શું હતી ભૂલ મારી શું મારામાં ખામી
તારા લીધે તો મારી થઇ બદનામી
માંગવો હોત તો જીવ માંગી લેવો તો
આમ પાગલ બનાવી ના દેવો તો

બેવફા બની તોયે સુખી તું રેજે
મારી યાદોને સદા દફનાવી દેજે
બેવફા બની તોયે સુખી તું લેજે
મારી યાદોને સદા દફનાવી દેજે

મારા અંતર ના એવા આશિષ મળે
મારા અંતર ના એવા આશિષ મળે
ભલે મારી આંખો સદા રડતી રહે
ભલે હસતી મારી આંખો સદા રડતી રહે

શું કરવું કે શું ના કરવું
શું કરવું કે શું ના કરવું
મારે કોના સહારે જીવવું
હે… મારે કોના સહારે જીવવું
મારે કોના સહારે જીવવું.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.