Home » Maru Vanravan Che Rudu

Maru Vanravan Che Rudu

એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું

એ નહિ આવું વાં નંદજીના લાલ રે વૈકુંઠ નહિ રે આવું

બેસીને રેવું ને ટગ ટગ જોવું
બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે મારે નહિ રે પીવું ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
કે મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું

સરગના લોક તો છે અતિ કૂડાં
સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું

એ રે વિશે બે નોળિયા હતાં જો
એ રે વિશે બે નોળિયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું

એ સરગથી જો ને અમને સોહામણું
અમને માનવને મૃત્યલોક રે પણ ઈમાં મોટી વાતું દોહ્યલી વળી પાછો મરણ વિજોગ.

Scroll to Top