Home » Morli Veran Thai Kanuda Tari

Morli Veran Thai Kanuda Tari

મોરલી વેરણ થઇ રે કાનુડા તારી
મોરલી વેરણ થઇ

હવે બાવરી હું બની ગઈ રે
કાનુડા તારી મોરલી વેરણ થઇ

વૃંદાવન ની કુંજગલી માં ચાલી હું લઇ મહી
નંદ નો લાલ મને સામો મળીયો
હું તો સર્માઈ ગઈ રે
કાનુડા તારી મોરલી વેરણ થઇ

વાલો વગાડે મીઠી મીઠી મોરલી
શાંભળતા સુધ્ધ ગઈ રે
કાનુડા તારી મોરલી વેરણ થઇ

સાવરી સુરત મોહિની મુરત
ઉપર હું મોહી ગઈ રે
દાસ સતારના પ્રીતમની પ્રીત રે
હવે દાસી હું બની ગઈ રે
કાનુડા તારી મોરલી વેરણ થઇ

મોરલી વેરણ થઇ રે કાનુડા તારી
મોરલી વેરણ થઇ



Scroll to Top