X

NA JOYA KOIE KANUDA NA KALJA MA CHIRA LYRICS | GEETA RABARI

હે આખી દુનિયા એ જોયા મોંઘા હીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા
હે આખી દુનિયા એ જોયા મોંઘા હીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા

હે એના આંસુ વહ્યા તા ધીરા ધીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા

જન્મ્યો વ્હાલો મથુરા ની જેલ માં
કેવી વિધાતા ની લીલા
જન્મ્યો વ્હાલો મથુરા ની જેલ માં
કેવી વિધાતા ની લીલા

વૈરી બન્યો જેનો મામો મોહાડે
વૈરી બન્યો જેનો મામો મોહાડે
એ તો મોઢા રાખતો વિલા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા

છૂટ્યું ગોકુળ છૂટી રાધા
છૂટી ગોકુળ ની ગાયું
છૂટ્યું ગોકુળ છૂટી રાધા
છૂટી ગોકુળ ની ગાયું

માતા યશોદા નું હેત પણ છૂટ્યું એના
માતા યશોદા નું હેત પણ છૂટ્યું
એના ભાવ હતા બહુ ભીના
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા

જગત ગુરુ હતા જાદવ મારા
તોયે ચિતડાં એના ચીર્યા
જગત ગુરુ હતા જાદવ મારા
તોયે ચિતડાં એના ચીર્યા

કેશવ ને મન કાચ ના ટુકડા
કેશવ ને મન કાચ ના ટુકડા
રાજમહેલ ના હીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા

હે આખી દુનિયા એ જોયા મોંઘા હીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા

જય કવિ કહે લઉ ઓવારણાં
સુભદ્રા બેન ના વીરા
ગીતા રબારી કહે લઉ ઓવારણાં
સુભદ્રા બેન ના વીરા

આખે આખો ઓળખી એને પછી
આખે આખો ઓળખી એને પછી
એમાં ભળી ગયી મીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા

ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા
ના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.