Home » Nagar Nandaji na lal

Nagar Nandaji na lal

નાગર નંદજીના લાલ
રાસ રમતાં મારી નથડી ખોવાણી
કાના જડી હોય તોઆલ …રાસ …

નાની નાની નથડી ને માંહી જડેલા હીરા
નથડી આપોને તમે સુભદ્રાના વીરા …નાગર …

નાનેરી પહેરું તો મારે નાકે ન સોહાય
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય …નાગર …

વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડી નો શામળીયો છે ચોર …નાગર …

નથડી આપોને પ્રભુ નંદના કુમાર
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર …નાગર .



Watch Video

Scroll to Top