Home » Odhaji Mara Vala Ne Vadhine Kejo Gujarati Lyrics

Odhaji Mara Vala Ne Vadhine Kejo Gujarati Lyrics

માને તો મનાવી લેજો રે.. હે ઓધાજી રે..

મારા વા’લાને વઢીને કે’જો જી,

માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો, માતાજી ને મ્હોંઢે થાવો,.

ગાયો ને હંભારી જાઓ રે..

હે ઓધાજી.. રે..માને તો મનાવી લેજો જી..

મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભૂલી ગ્યા છો,

માનીતી ને મેહલે ગ્યા છો રે..

હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

કુબ્જા છે રંગે કાળી, કાળા તમે છો વનમાળી

જોડી આવી ક્યાંય નાં ભાળી રે

હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

વા’લાની મરજીમાં રહેશું, જે કહેશે તે લાવી દેશું,

કુબજા ને પટરાણી કેશું રે..

હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

જમુના ને તીરે જાતા લૂંટે મહી માખણ ખાતા

તોડ્યા કેમ જૂના નાતા રે….

હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

દાસ રે મીઠા નો સ્વામિ,મળ્યા મને અંતર્યામી

પડી શું અમારામાં ખામી રે….

હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ,

ગુણ ગાયે ભગો ચારણ,

હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..



Scroll to Top