Home » Pankhida re udine jaje

Pankhida re udine jaje

પંખીડારે ઉડીનેજાજોચોટીલ્ગઢરે
ચામુંડામાને જઈને કહેજો ગરબે રમે રે।
પંખીડા હોઓપંખીડા પંખીડા હો ઓ પંખીડા

મારા ગામના સુથારી વીરા વ્હેલા આવોરે
મારી ચામુંડામાને કાજેરૂડા બાજોઠ લાવોરે
સારા લાવોસુંદર લાવોવ્હેલા આવોરે
ચામુંડામાને જઈને કહેજો ગરબે રમે રે…પંખીડા

મારા ગામના કસુંબી વીરા વ્હેલા આવોરે
મારી ચામુંડામાને કાજેરૂડી ચુંદડી લાવોરે
સારી લાવોસુંદર લાવોવ્હેલા આવોરે
ચામુંડામાને જઈને કહેજો ગરબે રમેરે…પંખીડા

મારા માના મણીયારા વીરા વ્હેલા આવોરે
મારી ચામુંડામાને કાજેરૂડા ચુડલા લાવોરે
સારા લાવોસુંદર લાવોવ્હેલા આવોરે
ચામુંડામાને જઈને કહેજો ગરબે રમે રે…પંખીડા

મારા ગામના કુંભારી વીરા વ્હેલા આવોરે
મારી ચામુંડામાને કાજેરૂડા ગરબા લાવોરે
સારા લાવોસુંદર લાવોવ્હેલા આવોરે
ચામુંડામાને જઈને કહેજો ગરબે રમે રે…પંખીડા



Watch Video

Scroll to Top