Home » Parne Shankar Parvati Ni Jod | પરણે પરણે શંકર પાર્વતીની જોડ રે Lyrics

Parne Shankar Parvati Ni Jod | પરણે પરણે શંકર પાર્વતીની જોડ રે Lyrics

પરણે પરણે શંકર પાર્વતીની જોડ રે,
મહારામાં પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ સોનાનાં દાન દેવાય રે,
હરખે વીરો બહેનને જવતલીયા હોમાવે રે

પરણે પરણે રામ સીતાજીની જોડ રે,
મહારામાં બીજું મંગળિયું વરતાય રે,
બીજું બીજું મંગળિયું વરતાય રે,
બીજે મંગળ રૂપાનાં દાન દેવાય રે,
હરખે વીરો બહેનને જવતલીયા હોમાવે રે.

પરણે પરણે રાધા-કૃષ્ણની જોડ રે,
માંહેરામાં ત્રીજું મંગળ વરતાય રે,
ત્રીજું ત્રીજું મંગળ વરતાય રે
ત્રીજે મંગળ ગાયોનાં દાન દેવાય રે,
હરખે વીરો બહેનને જવતલિયા હોમાવે રે.

પરણે પરણે ઇન્દ્ર-ઇન્દ્રાણીની જોડ રે,
માંહેરામાં ચોથું મંગળ વરતાય રે,
ચોથું ચોથું મંગળ વરતાય રે
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,
શુભ દિન આજે શુકનનો કહેવાય રે.
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે,
બંને પક્ષે આનંદ આનંદ થાય રે
પરણે પરણે પરણે શંકર પાર્વતીની…



Watch Video

Scroll to Top