X

Prem Ne Vas Thayi Raji Valo Gujarati Bhajan Lyrics

વહાલો પ્રેમને વશ થયા રાજી રે,
એમા શુ કરે પંડિત ને કાજી રે
વહાલો પ્રેમને વશ થયા રાજી રે,કરમાબાઇનો ખાધો ખીચડો
ને વિદરની ખાધી ભાજી
જૂઠા બોર શબરીનાં ખાધા,
વ્હાલે છપ્પન ભોગ મેલ્યા ત્યાગી રે..વિદુરને ઘેર શ્રી ક્રુષણ પધાર્યાને
કેળા લાવ્યાં તા માંગી
ગર્ભ કાઢીને છાલ ખવરાવી લ્હાલે,
તોય ન જોયુ જાગી રે.

ગણિકા હતી તે પોપને પઢાવતી ને
તેમાં અને લગની લાગી
ભગવાન હતા તે સહેજમાં મળ્યા,
એની સંસારની ભ્રમણા ભાંગી

ભકતની લોકો નિન્દા કરે
ને જગત થયુ છે પાજી
ભલએ મળ્યા નરશીના સ્વામી રે
માથે ગિરિધર રહ્યો ગાજી રે

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.