Home » Ramapir Ni Aaarti Gujarati Lyrics

Ramapir Ni Aaarti Gujarati Lyrics

શ્રી રામાપીર ની આરતી

હે એવા આરતી રે ટાણે વેહલેરાં આવજો
હે આવજો, આવજો અજમલ ના કુંવર રે
રણુજાના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…

હે આવજો આવજો અજમલના કુંવર રે
રણુજાના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…

માતાની મીનળદે કાગળ મોકલે
હે એવા માતા મીનળદે કાગળ મોકલે
બેની જોઈ તમારી વાટ રે
રણુજા ના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવા ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…

હે આરતી રે ટાણે વેહલેરાં આવજો
એવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો

પિતા અજમલજી કાગળ મોકલે
એવાં પિતા અજમલજી કાગળ મોકલે
અરે રે વિરમદેવજી જુએ તમારી વાટ રે
રણુજા ના રાજા …
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…

આરતી રે ટાણે વેહલેરાં આવજો
એવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો

ભાટી હરજી તે કાગળ મોકલે
હે એવાં ભાટી હરજી તે કાગળ મોકલે
હે ડાલીબાઈ જુએ જાજેરી વાટ રે
રણુજાના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…

હે આરતી રે ટાણે હે વેહલા આવજો
એવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો

ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા
મારા હીંદવા પીરને જાજી ખમ્મા
રણુજાના રાયને જાજી ખમ્મા
મારા હીંદવા પીરને જાજી ખમ્મા

ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા…(૨)
એ ?હીંદવા પીરને જાજી ખમ્મા …
મારા રણુજાના રાય ને જાજી ખમ્મા …

ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા…(૨)
એ પીર ને જાજી ખમ્મા
એ જી મારા પીરને જાજી ખમ્મા
એ મારા હીંદવા પીર ને જાજી ખમ્મા…



Scroll to Top