Home » Rudi Ne Rangili Re Vahla Tari Vansadi Re Lol

Rudi Ne Rangili Re Vahla Tari Vansadi Re Lol

રૂડી ને રંગીલી રે વહાલા તારી વાંસળી રે લોલ.
મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
પાણીડાંને મશે રે જીવણ જોવા નીસરી રે લોલ

બેડા મેલ્યાં માન સરોવર પાળ જો
ઈંઢોણી વળગાડી રે આંબલિયાની ડાળીએ રે લોલ

ગોપી તે હાલ્યા વનરા તે વનની મોઝાર જો
કાન વર કોડીલા રે કેડોમારો રોકી ઊભા રે લોલ

કેડો મેલો પાતળિયા ભગવાન જો
સાસુડી હઠીલી મારી નણદલ મહેણાં મારશે રે લોલ

વાગી તારા ઝાંઝરનો ઝણકાર જો
હળવાં હળવાં હાલો રે તમેરાણી રાધિકા રે લોલ

જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો
અહીંયાં કોઈ એ દીઠા રે કામણગારા કાન ને રે લોલ

નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
નરસૈંયાના સ્વમી રે બાઈયું અમને ભલે મળ્યા રે લોલ



Watch Video

Scroll to Top