X

Sadguru Vachan Na Thav Adhikari Gujarati Bhajan Lyrics

સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ
મેલી દેજો અંતરનું માન રે‚
આળસ મેલીને તમે આવો રે મેદાનમાં ને
સમજી લેજો સત ગુરુની સાન…
સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈઅંતર ભાંગ્યા વિના‚ ઉભરો નહીં આવે પાનબાઈ
પછી તો હરિ દેખાય સાક્ષાત‚
સતસંગ રસ એ તો અગમ અપાર છે‚
તે તો પીવે કોઈ પીવનહાર
સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ

ધડ રે ઉપર જેને શિશ નવ મળે પાનબાઈ
એવો ખેલ છે ખાંડા કેરી ધાર
એમ રે તમારું શિશ ઉતારો‚ પાન બાઈ
તો તો રમાડું તમને બાવન બાર…
સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ

હું ને મારું ઈ તો મનનું છે કારણ‚ પાનબાઈ
ઈ મન જ્યારે મટી જાય
ગંગા સતી એમ બોલીયા ત્યારે
પછી હતું તેમ દરશાય…
સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.